વડોદરા શહેરની પ્રખ્યાત ભાખરવડીમાંથી ફૂગ નીકળી છે. ભાખરવડી શ્રીજગદીશ ફરસાણમાંથી ખરીદવામાં આવી હતી. ભાખરવડીનું બોક્સ ખોલતા તેમાંથી ફૂગ નીકળી હતી. ગ્રાહકનો દાવો વડોદરા ST ડેપો પાસે આવેલ જગદીશ ફરસાણ માંથી આ ભાખરવ઼ડી ખરીદવામાં આવી હતી. તેમાં વડોદરા મનપાના ફૂડ વિભાગ પર સવાલ ઉઠ્યા છે. ગ્રાહકે વડોદરાના શ્રીજગદીશમાંથી ભાખરવડી ખરીદી હતી. તેમાં ઘરે જઈને ભાખરવડીનું બોક્સ ખોલતા તેમાંથી ફૂગ નીકળી હતી.
વડોદરામાં એક ગ્રાહક દ્રારા st ડેપો પાસે આવેલી શ્રી જગદીશ ફરસાણનામની નામાંકિત દુકાનમાંથી ભાખરવડી ખરીદવામાં આવી હતી. ઘરે જઈ ભાખરવડીનું બોક્સ ખોલતા જ અંદરથી ફૂગ નીકળી આવેલ હતી. આ ભાખરવડી એક અઠવાડિયા પેલા જ પેક કરવામાં આવી હતી. જગદીશ ફરસાણ જેવી પ્રખ્યાત દુકાનમાં આવી આવી બેદરકારી જુવા મળે એ ખૂબ ગંભીર બાબત છે. આ ઘટના બનતા જ શહેરમાં ચકચાર મચી ગઈ હતી.
શહેરમાં અગાઉ પણ ઘણા સમયથી ફૂડમાંથી જીવાત, ગરોળી અને ફૂગ નીકળવાની ઘટનાઓ અવાર નવાર બનતી જોવા મળી છે. વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્રારા કોઈ પણ જાતની કાર્યવાહી જોવા મળી નથી. લાગે છે કે વડોદરા ફૂડ સેફટી ડીપાર્ટમેન્ટ ઘોર નિંદ્રામાં છે. રાજ્યમાં અવારનવાર અખાદ્ય પદાર્થ ઝડપાતો હોય છે. ફૂડ વિભાગે રેડ કરી મુદ્દામાલ સીઝ કર્યો હતો.
ફૂડ વિભાગ દ્વારા લોલમ લોલ ચાલતા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. અગાઉ વડોદરા શહેરમાં ગિલોડી અને મૃત વંદો પણ મળી આવ્યો છે. પણ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. હજુ પણ શહેરમાં ખુલ્લો ખોરાક વેચાઇ રહ્યો છે. લોકો ખાદ્ય પદાર્થોમાં આવી વસ્તુઓ ખાઈ રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને તેમની ખાદ્ય ચીજોમાં જંતુઓ, બ્લેડ, સાપ અને એક કાપેલી માનવીની આંગળી પણ મળી આવી છે.
16 જૂનના રોજ, બિહારના બાંકાથી માત્ર 7 કિલોમીટર દૂર સ્થિત એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે તેમના ખોરાકમાં એક મૃત સાપ મળ્યો...
નોઈડાના સેક્ટર 12માં રહેતી દીપા નામની મહિલાએ 16મી જૂને સવારે એક ઓનલાઈન શોપિંગ એપ પરથી જાણીતી બ્રાન્ડની વેનીલા ફ્લેવર આઈસ્ક્રીમ મંગાવી હતી. જ્યારે તેણે આઈસ્ક્રીમનું બોક્સ ખોલ્યું તો તેને અંદર એક સેન્ટીપેડ મળ્યો...
18 જૂનના રોજ ગ્રેટર નોઈડામાં એક જ્યુસની દુકાનમાં કાપેલા ફળોમાં વંદો મળી આવવાનો મામલો સામે આવ્યો હતો. જ્યુસ કોર્નરમાં રાખેલા ગ્લાસમાં એક વંદો પણ જોવા મળ્યો...
બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઈટ (AI 175)માં એક મુસાફરે ખોરાકમાં બ્લેડ મળ્યાની ફરિયાદ કરી હતી અને એર ઈન્ડિયાએ પણ બ્લેડ જેવી વસ્તુઓ હોવાનું કબૂલ્યું છે. હવે એર કંપની તેની તપાસ કરી રહી છે, આ ઘટના 9 જૂને બની હતી, જ્યારે મેથર્સ પોલ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમના ખોરાકમાંથી બ્લેડનો ટુકડો મળી આવ્યો હતો....
બેંગલુરુના એક દંપતીએ ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનમાં એક જીવતો કોબ્રા મળી આવતા ચોંકી ઉઠ્યા હતા...
13 જૂને મુંબઈના મલાડ વિસ્તારમાં એક ડોક્ટરે આઈસ્ક્રીમ કોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જ્યારે તેણે આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું તેણે આઈસ્ક્રીમની અંદર ધ્યાનથી જોયું તો તેને એક માનવીની કપાયેલી આંગળી મળી.
પાટણની 'ધ ગ્રાન્ડ પિયાનો' હોટલની સબ્જીમાં વંદો નીકળ્યો!:
અમદાવાદની કબીર રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી, મસાલા પાપડમાં વંદો નીકળતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો.
Reporter: News Plus